HOME WORK ?


હોમવર્કન કરનાર બાળક ઠોઠ, આળસુ કે જીનિયસ ? ! ! !
_____________________________________________________
બાળકો અંગેના કેટલાક જાણવા જેવા સત્ય જે આપણી માન્યતાઓ પર પ્રહાર કરી શકે છે !
ü  બાળકનો શારીરિક અને માનસિક વિકાસ મહદઅંશે ગર્ભાવસ્થા દરમિયાન થઇ જાય છે.
ü  દરેક બાળક એક વિશિષ્ટ પ્રકૃતિ સાથે આવે છે. એક સફળ વાલી તરીકે આપણે તેને ઓળખીને વિકસાવવી શકીએ.
ü  બાળકને મુક્તપણે પોતાનો મત આપવાની છૂટ ન આપનાર માતા-પિતા તેનાથી બહુ દૂર રહી જાય છે.
ü  બાળકને આકાશ અને વાયુથી વિખૂટાં પાડી તેમના સઘળા આનંદને છીનવી લેવાની પ્રવૃત્તિ શિક્ષણના નામે ચાલે તે યોગ્ય નથી.
            ગુરુદેવ ટાગોરને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટીએ જ્ઞાન કોને કહેવાય ? તેમણે કહ્યું કે: ‘ શાળાની અને શિક્ષણ પ્રથાની યાંત્રિકતાએ જ્ઞાન શબ્દની હાંસી ઉડાવી છે. શાળામાં આવતાં બાળકો જાણે અપરાધી હોય તે રીતે તેમને શીખવવામાં આવે છે. એમનો અપરાધ ક્યો ? બીજ ગણિત ભણ્યા વગર , તેમજ ઇતિહાસની તારીખો કંઠસ્થ કર્યા વગર બાળકો માતાના પેટે જન્મ લે તેથી શું બિચારાં અપરાધી ગણાય ? એટલે તો વિચાર કરો કે બાળકો અશિક્ષિત અવસ્થામાં જ શા માટે જન્મ પામે છે’ ? તેઓ પ્રત્યુત્તર રૂપે આગળ કહે છે: ‘ મારી માન્યતા એવી છે કે જેનું તેમને જ્ઞાન નથી તેનું જ્ઞાન ધીમે ધીમે મેળવીને આનંદ પામવા માટે જ તેઓ અશિક્ષિત અવસ્થામાં જન્મે છે. એટલે કે તેમના ચિંતનમાં જાણવાનો આનંદપાયાની બાબત છે’. તેથી જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા કારાવાસની સજા ન બની જાય એ જોવાની આવશ્યકતા પર તેઓ વિશેષ ભાર મૂકે છે.
                આપણે કેટલાક વિષયોની અતિ ચર્ચા કરીને તેને બેવડ અને ક્યાંયનાય નથી રહેવા દીધા. જેમાં ધર્મ , ઇશ્વર-અલ્લા, જાતિયતા અને પ્રેમ પણ ! હવે શિક્ષણને પણ તે યાદીમાં મૂકવાની જરૂરીયાત ઊભી થયેલી લાગે છે. કેટલાક સત્ય તો આંખે ઉડીને વળગે તેવા છે જે આપણી લાગણી અને બુદ્ધિને પણ હચમચાવવા પૂરતાં છે. જેમ કે, ઇન્ટરનેશનલ નામધારી શાળાઓ ! હજી આપણી પાસે ઇન્ટરનેશનલ નામે એવું કશું ( શૈક્ષણિક) કામ ન હોય અને ઇન્ટરનેશનલ નામે શાળા ચલાવીએ તે કોઇની નજરમાં કેમ નહીં આવતું હોય ? ( સરકારશ્રી પણ આ બધા નામોને કેવી રીતે સ્વીકારીને મંજૂરી આપતી હશે?) અમેરિકામાં જતાં બાળકો સૂટ-બૂટમાં જાય તો એ બાબત તાર્કિક છે પણ , જે દેશમાં વર્ષના લગભગ આઠ મહિના ગરમી રહેતી હોય ત્યાં પણ ઇન્ટરનેશનલ પહેરવેશ ? કેટલાં માતા-પિતા બાળકની પ્રકૃતિને ધ્યાનમાં લઇને તેની અભ્યાસની વ્યવસ્થા કરે શકે છે ? ( આપણે ઘેટાં-બકરાંનું ઉદાહરણ આપીએ છીએ! ) બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો અભરખો કેટલાય બાળકોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થચિન્હ પેદા કરી દે છે. ( જ્યારે કૉલેજમાં પ્રવેશ માધ્યમના આધારે નહી ગુણાંકનના આધારે થાય છે) રમતના મેદાનો વિનાની શાળાઓ એ મસ્તક વિનાના ધડની ગરજ સારે છે. હાથ-પગ વિનાના એકલા મગજથી જગત ચાલી શકે કરું ? ઠંડા વર્ગખંડો જરૂરી છે તો ગરમ ખોરાકની પણ એટલી જરૂર છે. સવારના વહેલા ઉઠીને જતા નાના બાળકોનું પેટ સાફ હોય નહી. શરમને કારણે બાળકો શાળામાં કુદરતી હાજતને રોકી રાખે અને અંતે જગતભરના રોગો બાળક લઇને ફરતું થઇ જાય. પ્રાથમિક શિક્ષણ દસ વાગે ચાલું થાય અને ચાર વાગે પહેલાં પૂર્ણ. પણ તેમાં શાળા સંચાલકઓને નુકસાન. પાળી પદ્ધતિ પ્રમાણે ચાલતી શાળાઓને પોતાના નિયમો. ઘરમાંથી બહાર નીકળીને રમતો ન રમતું બાળક ડરપોક બનવાની પૂરી શક્યતા છે.ચીન જેવા દેશ તો સાંજના સમયે ટીવી ઊપર કાર્ટૂન ફિલ્મો પણ બંધ કરી દે છે જેથી બાળકો આળસુ થઇને ટીવી આગળ મંડાયેલા ન રહે. છોકરીઓની સ્થિતિ તો સાવ જ ખરાબ છે. તે તો છોકરી હોવાના નાતે ઘરની દિવાલની અંદર પૂરાઇ જાય છે. કેટલાક દ્રષ્ટીવાન માતા-પિતા દિકરીઓને પોતાની સાથે લઇને નવું નવું બતાવતાં રહે છે.
             આપણે બધાં વ્યવહારમાં લોકો કરે છેતેવાં બધાં કામ એકસરખી રીતે કરીએ છીએ ખરાં ? જેમ કે, કેટલાક લોકો દસ વાગે જમે છે અને કેટલાક બે વાગે ! કેટલાક મોટી ડીગ્રી મેળવ્યાં પછી પણ નોકરી ન કરતાં પોતાનો ધંધો જ કરે છે. કેટલાક એમ.બી.. કર્યા પછી સાહિત્યકાર બને છે, ઉદાહરણ તરીકે ચેતન ભગત. કેટલાક ખેડૂતો વૈજ્ઞાનિક દ્રષ્ટીથી નવી શોધ કરે છે. (જે કામ સૃષ્ટીનામની સંસ્થા કરે છે.) જો બાળકને પણ સ્વતંત્ર રીતે વિચારીને લાગતું હોય કે હું માત્ર ઉતારો કરીને લખી કાઢું એના કરતાં બોલી જાઉં તો ચાલે ? છેવટે તો પ્રશ્ન સમજશક્તિનો છે. વાસ્તવમાં હવે સમય આવી ગયો છે બાળકને વિકલ્પ આપવોનો. શિક્ષક વર્ગમાં કહી શકે : ‘તું અમુક પાઠ કે પ્રશ્ન કેવી રીતે પ્રસ્તુત કરવા માગે છે લખીને , બોલીને કે કોઇ અન્ય માધ્યમથી’. શક્ય છે કે ચાર મિત્રો મળીને તે ઘટનાને નાટકમાં રૂપાંતરીત કરીને વર્ગમાં પ્રસ્તુત કરે તો પણ ચાલે. પ્રાયોગિક પ્રશ્નો લખવાની જરુરી ખરાં ? તે તો પ્રયોગશાળાના માધ્યમથી પૂર્ણ છે. ખાલી જગ્યાઓ બાળકો વર્ગમાં એકબીજાને પૂછીને જ તૈયાર કરી શકે. શિક્ષકમિત્ર માત્ર ધ્યાન રાખે. કેટલાક પ્રશ્નો વર્ગમાં ઊંચા અવાજે સમૂહ ગાન કે અનુરણન કરવાથી કાયમી તૈયાર થઇ શકે. ( સંસ્કૃત શ્લોક વગેરે)    
                 પ્રવાસનો અર્થ છેલ્લા વર્ષોમાં બદલાઇ ગયો છે. પ્રવાસ એ મનની બારીઓ અને હ્રદયના દરવાજા ખોલવાનો ઉપક્રમ છે. મોટાભાગનો સમય બસમાં જ પસાર કરીને બાદમાં ભોજનની વ્યવસ્થાઓ અને વધેલો સમય કોઇ પ્રસિદ્ધ સ્થાનની ઓળખથી પૂર્ણ થાય. પ્રવાસ પ્રકૃતિમય અને માહિતીથી મંડિત થયેલો હોય તે જરૂરી છે.                           
        નામાંકિત પ્રકૃતિવાદીઓમાં એરિસ્ટોટલ , કોમેનિયસ, રૂસો, બેઝડો, સાલ્સમેન, હર્બટ સ્પેંસર, વિલિયમ મેકડૂગલ, બર્નાડ શો, ગાંધીજી, અને રવિન્દ્રનાથ ટાગોર મુખ્ય છે. મુક્ત અને કુદરતી વિકાસ માટે બાળકને જરૂરી તક આપવી તે શિક્ષકની ફરજ છે. આ પદ્ધતિ બાળકને પ્રત્યક્ષ અનુભવ ઉપર ભાર મૂકે છે. માત્ર પુસ્તકોથી મળેલું જ્ઞાન અધૂરું છે. તે બાળકને ખોટી આત્મપ્રંશસા તરફ દોરી જાય છે. ખરાં સમયે તેને રડવાનો વારો આવે તેવું પણ બની શકે.
          શાળાઓમાંથી સાંસ્કૃતિક પ્રવૃત્તિનો ક્ષય થવા લાગ્યો છે. કોઇ સ્વકંઠે ગાઇને કાર્યક્રમ કરતું નથી, માત્ર ટેપ, સીડી કે મોબાઇલનો પ્રયોગ કરીને કાર્યક્રમને હંકારી દે છે. નૃત્ય પણ કોઇ ફિલ્મી ગીતના તાલે જલદી તૈયાર થાય. તેથી લાગતાં-વળગતાં બધાને શાંતિ. બધું ફટાફટ. સર્જનાત્મકતા કે વિચારપ્રક્રિયાને કોઇ સ્થાન નહીં. સંગીતના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના જાણકાર શિક્ષક મિત્રો કેટલી શાળાઓ પાસે છે ? ચાલો ફરી પચીસ વર્ષ પહેલાંની શાળા ખોલીએ જ્યાં કોઇ વ્યવસ્થા નથી. નળીયાંવાળું વિદ્યાલય છે , ધોતી અને પહેરણવાળા ગુરુજી છે, હાથમાં સોટી છે , ઘડીયાં પૂછી રહ્યાં છે અને બાળકો ફાટેલી ચડ્ડીએ ધૂળમાં મોજથી બેઠા છે. ( RRPTl)                 


Comments

Popular posts from this blog

ગુજરાતી સામયિકો

STORY OF PARTITION OF INDIA (GUJARATI)