Posts

Showing posts from September, 2017

STORY OF PARTITION OF INDIA (GUJARATI)

સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ (ભાગ ૨) December 31st, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : |  2 પ્રતિભાવો » (‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૩) મહાત્મા મહાત્મા જ રહ્યા, ઝીણા ઝીણા જ રહ્યા ! ક્રાંતિ સાથે થોડાક શબ્દો જોડાઈ ગયા છે : બળવો, મશાલ, કતલ, યુદ્ધ, સત્તાપલટો અને યાતના. આવું કશુંક જેમાં ન હોય તે ઘટનાને ક્રાંતિ તરીકે જોવાની કે સમજવાની આપણને ટેવ નથી. ક્રાંતિ એટલે જ વિચારક્રાંતિ. આવી એક શાંત ક્રાંતિની શરૂઆત ગુજરાતના ગોધરા જેવા નાના નગરમાં થઈ. એ વિચારક્રાંતિના અધ્વર્યુ મોહનદાસ કરમચંદ ગાંધી હતા. ઘટના બની સન ૧૯૧૭માં. ક્રાંતિની વાર્તા સાંભળવા જેવી છે. કોંગ્રેસના અધિવેશનો બાદ કરતાં આટલા બધા મહાનુભવો ભાગ્યે જ કોઈ નાના નગરમાં એકઠા થયા હશે. સન ૧૯૧૭માં રશિયન ક્રાંતિ થઈ, એ જ અરસામાં ગોધરામાં પ્રથમ રાજકીય પરિષદ ભરાઈ. એમાં લોકમાન્ય ટિળક, મહંમદઅલી ઝીણા, વિઠ્ઠલભાઈ પટેલ, આચાર્ય કૃપાલાની અને વલ્લભભાઈ પટેલ હતા. ગાંધીજી પરિષદના પ્રમુખ હતા. તેઓ હજી ‘મહાત્મા’ તરીકે બહુ જાણીતા થયા ન હતા. ગાંધીજીનો આગ્રહ હતો કે પરિષદનું કામ હિંદી કે બીજી ભારતીય ભાષામાં ચાલે, પણ અંગ્રેજીમાં તો ન જ ચાલવું

ગુજરાતી સામયિકો

ગુજરાતી સાહિત્યના સામાયિકો Please find latest update of this list on  http://aksharnaad.com/gujarati-magazines/  ( Thanks Jignesh ardhvavaru) નામ: કવિલોક તંત્રી: ધીરુ પરીખ લવાજમ: ભારતમાં વાર્ષિક: રૂ. ૧૦૦, આજીવન: રૂ. ૧૫૦૦ અમેરિકામાં વાર્ષિક: $7 અથવા રૂ. ૩૫૦, આજીવન: $150 ઇંગ્લેન્ડમાં વાર્ષિક: 6 Pound, આજીવન: ૧૦૦ Pound પ્રકાર:  દ્વિમાસિક સરનામુ: કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, અમદાવાદ – ૩૮૦૦૦૧     નામ  કવિતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં નામે મ. ઓ. કરવું દેશમાં 200 રૂપીયા પરદેશમાં 500 રૂપીયા સર્ક્યુલેશન મેનેજર જન્મભૂમી ભવન જન્મભૂમી માર્ગ ફોર્ટ પો. ઓ. બોક્ષ 62 મુંબઇ ફોન 022-22870831   નામ  :સહજ બાલ આનંદ તંત્રી યશવંત મહેતા પ્રકાર  માસિક બાળ સાહિત્ય લવાજમ  ભારતમાં 250 . અમેરિકામાં 17 ડોલર અને ઇંગ્લેંડમાં 14 પાઉંડ લવાજમ અને વ્યવસાય લક્ષી પત્રવ્યવહાર ગુર્જર સાહિત્ય પ્રકાશન રતન પોળ સામે ગાંધીમાર્ગ અમદાવાદ 380 001 નામ : ઉદ્દેશ તંત્રી : શ્રી રમણલાલ જોશી પ્રકાર : માસિક મેગેઝીન લવાજમ : ભારતમાં વાર્ષિક રૂ.  200 વિદેશમાં (ઍરમેલ) વાર્ષિક : રૂ.  750 આજી

HOME WORK ?

‘ હોમવર્ક ’ ન કરનાર બાળક ઠોઠ , આળસુ કે જીનિયસ ? ! ! ! _____________________________________________________ બાળકો અંગેના કેટલાક જાણવા જેવા સત્ય જે આપણી માન્યતાઓ પર પ્રહાર કરી શકે છે ! ü  બાળકનો શારીરિક અને માનસિક વિકાસ મહદઅંશે ગર્ભાવસ્થા દરમિયાન થઇ જાય છે . ü  દરેક બાળક એક વિશિષ્ટ પ્રકૃતિ સાથે આવે છે . એક સફળ વાલી તરીકે આપણે તેને ઓળખીને વિકસાવવી શકીએ . ü  બાળકને મુક્તપણે પોતાનો મત આપવાની છૂટ ન આપનાર માતા - પિતા તેનાથી બહુ દૂર રહી જાય છે . ü  બાળકને આકાશ અને વાયુથી વિખૂટાં પાડી તેમના સઘળા આનંદને છીનવી લેવાની પ્રવૃત્તિ શિક્ષણના નામે ચાલે તે યોગ્ય નથી .             ગુરુદેવ ટાગોરને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટીએ જ્ઞાન કોને કહેવાય ? તેમણે કહ્યું કે : ‘ શાળાની અને શિક્ષણ પ્રથાની યાંત્રિકતાએ જ્ઞાન શબ્દની હાંસી ઉડાવી છે . શાળામાં આવતાં બાળકો જાણે અપરાધી હોય તે રીતે તેમને શીખવવામાં આવે છે . એમનો અપરાધ ક્યો ? બીજ ગણિત ભણ્યા વગર , તેમજ ઇતિહાસની તારીખો કંઠસ્થ કર્યા વગર બાળકો માતાના પેટે જન્મ લે તેથી શું બિચારાં અપરાધી ગણાય ? એટલે તો વિચાર કરો કે બાળકો અશિક્ષિત અવસ્થામાં જ શા